હું શોધું છું

હોમ  |

જેલ સ્‍ટાફની ફરજો
Rating :  Star Star Star Star Star   

જેલ સ્ટાફની ફરજો

તમામ કેદીઓ સાથે માનવીય અભિગમઃ

 • કેદી જેલમાં દાખલ થયાથી જેલ મુક્ત થાય ત્યાં સુધી તેની સાથે માનવીય અને સન્માનનીય વર્તાવ શારીરિક અને માનસિક ત્રાસ આપવો નહીં.

 • કેદીઓ સામે જરૂર પૂરતો જ (કાબૂમાં રાખવા માટે) બળનો ઉપયોગ કરવો.

 • જેલમાં દાખલ થતાંની સાથે જ કેદીને જેલને સ્પર્શતી બાબતો, તેના હક્કો, ફરજો અને કયા પ્રકારની વર્તણુંક જેલ ગુનો ગણાય તેની સઘળી જાણકારી આપવી. કેદીને મળવાપાત્ર કપડાં, રહેવાની સૂવિધા, સુવાની સુવિધા, જમવાની સુવિધા વગેરે પૂરી પાડવી.

 • કેદીને મળવાપાત્ર સુવિધાઓ જેવી કે રહેઠાણ, ખોરાક, કપડાં તથા બીમારી માટે દવાઓ સંબંધમાં તેનું યોગ્ય ધોરણ (સ્ટાન્ડર્ડ) જાળવવું.

 • કુંદરતી ન્યાયનાં ધોરણો ધ્યાનમાં રાખીને શિસ્ત પાલનના નિયમોનું અમલીકરણ.

 • જેલમાં કેદીને સલામતી માટેનું વાતાવરણ પૂરું પાડવું.

 • કેદીઓ સમાજને ફરીથી અનુરૂપ બને, પોતાના પગપર રહી આજીવિકા મેળવિ જીવન ગુજરાન કરે તેવી તકો જેલવાસ દરમિયાન પૂરી પાડવી.

 • જેલબહાર પોતાના કુટુંબ સાથે સમયાંતરે પરામર્શ કરી શકે તેવી સુવિધા આપવી.

 • જેલમાં કેદીઓને લાઇબ્રેરીનાં પુસ્તકો, વર્તમાનપત્રો અને ટીવી તથા રેડિયોની સુવિધા.

 • જેલમાં કાચા કામમાં રહેલા આરોપીઓનો ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી તેને નિર્દોષ ગણી તેની સાથે વ્યવહાર કરવો જોઈએ.

 • જેલ સ્ટાફને શારીરિક, માનસિક સ્વસ્થતા જાળવવા માટે વખતોવખત વિવિધ પ્રકારની તાલીમ અને થયેલા આધુનિક સુધારાઓથી વાકેફ રાખવા જોઈએ.

 


આપની સેવામાં

માહિતી મેળવવાનો અધિકાર
નાગરિક અધિકાર પત્ર
કાચા કામના કેદીઓને જાણવાજોગ
જેલ રજાઓની યાદી
જેલ સ્ટાફની  ફરજો
આપે શું કરવું / શું ન કરવું

ફરિયાદ

ફરીયાદ નિવારણ કેન્દ્ર
આપના પ્રશ્નો - અમારા ઉત્તરો

 તસ્વીરો

 

 સંપર્ક માળખું

સંપર્ક માળખું

 નામ મુજબ શોધો

 સ્થળ મુજબ શોધ

 વિગતવાર જુઓ 

 

   ડિસ્ક્લેમર      |     પ્રતિભાવ

Last updated on 07-05-2022